સમાસ ના પ્રકારો ગુજરાતી વ્યાકરણ / Samas Na Prakaro Gujarati Vyakran 2023

0

સમાસ ના પ્રકારો /ગુજરાતી વ્યાકરણ સમાસ 2023



🔵➗મધ્યમપદલોપી :➗🔵


⬛👉જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે

🍎ઉદાહરણ :🍎
👑માનવકૃતિ      :       માનવ વડે બનેલી કૃતિ
👑દહીવડા          :       દહીં મિશ્રિત વડા
👑રાતવાસો        :       રાત દરમ્યાન કરેલો વાસ
👑કામધેનું           :       કામના પૂર્ણ કરનારી ગાય
👑ટપાલપેટી       :        ટપાલ નાખવાની પેટી

 🍎તત્પુરુષ સમાસ :🍎


🍓👉જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય
🍓👉આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે

👑ઉદાહરણ :👑
📮પ્રેમવશ        :        પ્રેમને વશ
📮ભયભીત      :        ભયથી ભીત
📮ઋણમુક્ત     :        ઋણમાંથી મુક્ત
📮વનવાસ       :        વનમાં વાસ
📮દેવાલય        :         દેવોનું આલય

 🍎➗કર્મધારય :➗🍎


🔵👉જે સમાસના બે પદ વચ્ચે વિશેષણ-વિશેષ્ય, ઉપમાન-ઉપમેય અથવા ઉપમાન-સાધારણ ધર્મનો સંબંધ હોય અને પૂર્વ પદ વિશેષણ, ઉત્તર પદ વિશેષ્ય હોય તેને કર્મધારય સમાસ કહેવાય છે.

⛔ઉદાહરણ:⛔
🍒મહાભારત  :  મહાન ભારત
🍒દેહલતા  :   દેહરૂપી લતા
🍒મેઘગંભીર  :  મેઘ જેવું ગંભીર
🍒વાયુવેગ    :   વાયુરુપી વેગ
🍒પરમાત્મા  :પરમ આત્મા

 ⛔➗ઉપપદ સમાસ :➗⛔


🍒👉જે સમાસ નું પૂર્વ પદ નામિક હોય અને ઉત્તર પદ ક્રિયા સૂચવતું હોય તથા બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહેવાય

⬛ઉદાહરણ:⬛
🔵રણછોડ :         રણને છોડનાર
🔵પ્રેમદા    :         પ્રેમને આપનાર
🔵પ્રાણઘાતક  : પ્રાણનો ઘાત કરનાર
🔵ગિરિધર : ગિરિને ધારણ કરનાર
🔵લેખક    :  લેખન કરનાર

 ⬛➖બહુવ્રીહિ➖⬛ 


🔴👉જે સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ સંબંધ હોય, વિશેષણ-વિશેષ્ય સંબંધ હોય કે ઉપમાન-ઉપમેય સંબંધ હોય અને સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ બનતું હોય તેને બહુવ્રીહિ સમાસ કહેવાય છે

🍧ઉદાહરણ:🍧
🍎કૃતાર્થ    : કૃત છે જેનો અર્થ તે
🍎સુખાંત  : જેના અંતે સુખ છે એવું
🍎ગજાનન  : જેનું મુખ ગજ જેવું છે તે
🍎પાનીપંથો  : જેનો પંથ પાણી જેવો છે તે




 🔵➖દ્વિગુ સમાસ :➖🔵


🔮👉જે સમાસનું પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને બન્ને પદોના વિગ્રહ વખતે સમૂહનો ભાવ દર્શાવે તેને દ્વિગુ સમાસ કહેવાય છે.

📙ઉદાહરણ:📙
🔴👉ત્રિકાળ   : ત્રણ કાલનો સમૂહ
🔴👉પંચતત્વ :  પાંચ તત્વોનો સમૂહ
🔴👉નવરાત્ર  : નવ રાત્રીનો સમૂહ
🔴👉નવરંગ  : નવ રંગનો સમૂહ
🔴👉ચોતરફ  :  ચારે તરફ

⬛➗અવ્યયીભાવ સમાસ➗⬛ 


🔮👉જે સમાંસમાં પૂર્વ પદ અવ્યય હોય અને ઉત્તર પદ નામ હોય તેની અસર સમગ્ર સમાસના પદ પર થતી હોય તેને અવ્યયીભાવ સમાસ કહે છે.

🅾ઉદાહરણ:🅾
🍎યથાશક્તિ : શક્તિ પ્રમાણે
🔴સવિનય    :      વિનય સાથે
🔴આજીવન  :      જીવન સુધી
🔴અધોમુખ  :   મુખ નીચું રાખીને
🔴દરવખત    :   દરેક વખત

Post a Comment

0Comments
Post a Comment (0)