Gujarat Bhugol/ગુજરાત ભૂગોળ
📌કચ્છ ના રણ અને કચ્છ ના અખાત ની વચ્ચે જળવિભાજક નુ કામ કોણ કરે છે?
A.ઉતરધાર
B.દક્ષિણધાર
*C.મધ્યધાર* ✅
D.ઉપરોક્ત તમામ
📌નીચેનામાંથી કઇ પર્વતમાળા આખા ભારત ની એકમાત્ર ખંડ પર્વત નુ ઉદાહરણ છે?
A.સહ્યાંન્દ્રી
B.અરવલ્લી
*C.સાતપુડા* ✅
D.વિધ્યાંચલ
📌નીચેના માંથી કયુ વિધાન ખોટું છે?
A.અરવલ્લી અને વિધ્યાંચલ પર્વતમાળા વચ્ચે મહીનદી વહે છે.
B.વિધ્યાંચલ અને સાતપુડા પર્વતમાળા વચ્ચે નર્મદા નદી વહે છે.
C.સાતપુડા અને સહ્યાન્દ્રી પર્વતમાળા વચ્ચે તાપી નદી વહે છે.
*D.વિધ્યાંચલ પર્વતમાળા નુ સૌથી ઉંચુ શિખર અમરકંટ મધ્યપ્રદેશ માં આવેલુ છે* .✅
E.ઉપર ના તમામ સાચા છે
🤷♂️ *વિધ્યાંચલ પર્વતમાળા નુ સૌથી ઉંચુ શિખર અમરકંટ છત્તીસગઢ માં આવેલુ છે.*
📌કૃષ્ણ ભગવાન નુ સૌ પ્રથમ વાર મુંડન (ચૌલ ક્રિયા) ક્યાં થઇ હોવાનુ મનાય છે?
A.પાટણ
*B.અંબાજી* ✅
C.ચાંપાનેર
D.બહુચરાજી
📌નીચેના માંથી કયુ વૃક્ષ આરક્ષિત નથી?
A.ખેર
B.સાગ
*C.ટીમરુ* ✅
D.ચંદન
📌નીચેની પૈકી કઇ ટેકરીઓ/ડુંગર પ્રદુષિત માનવામાં આવે છે?
A.વાંસદાં ડુંગર/ટેકરીઓ
B.સોનગઢ ડુંગર/ટેકરીઓ
C.આહવા ડુંગર/ટેકરીઓ
*D.પારનેરા ડુંગર/ટેકરીઓ* ✅
💁♂️ *વલસાડ માં અતુલ કેમિકલ નુ કારખાનુ આવેલ હોવાથી પારનેરા ટેકરીઓ પ્રદુષિત માનવામાં આવે છે*
📌પશ્વિમ ઘાટ/સહ્યાન્દ્રી નુ સૌથી ઉંચુ શિખર અન્નાઇમુડી કયા રાજ્ય માં આવેલ છે?
*A.કેરલ* ✅
B.તમિલનાડુ
C.આંધ્રપ્રદેશ
D.કલકત્તા
📌કાઠીયાવાડ શબ્દ કયા વિસ્તાર માટે વપરાય છે?
A.રાજકોટ
B.જામનગર
C.સુરેન્દ્રનગર
*D.સમગ્ર સૌરાષ્ટ્ર* ✅
📌નીચેના માંથી કોનો સમાવેશ મધ્ય ગુજરાત ના મેદાન માં થતો નથી?
A.વાકળ
B.કાનમ
*C.ઘેડ* ✅
D.ચરોતર
💁♂️ *ઘેડ (જુનાગઢ + પોરબંદર નો પ્રદેશ)*
📌ગુજરાત માં નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્ર નથી?
A. પીપોદરા
B.લીંગડા
C.પાલણ
*D.ઓખા* ✅
📌'"સુદામા સેતુ" નામનો પુલ કયા જિલ્લા માં આવેલ છે?
A.જુનાગઢ
*B.દેવભૂમિ દ્વારકા* ✅
C.પોરબંદર
D.રાજકોટ
📌પોરબંદર માં આવેલ નવીબંદર કઇ નદી કિનારે આવેલું છે?
*A.ભાદર* ✅
B.ફુલઝર
C.નાગમતી
D.કંકાવતી
📌અલંગ બંદર ના વિકાસ માં કયા શેઠ નુ મોટુ યોગદાન છે?
*A.લાલચંદ હીરાચંદ શેઠ* ✅
B.હીરાચંદ લાલચંદ શેઠ
C.હરીસિંહ વખતચંદ શેઠ
D.વખતચંદ લાલચંદ શેઠ
📌સુગમ ડેરી ક્યાં આવેલી છે?
A.સુરત
*B.વડોદરા* ✅
C.અમરેલી
D.ભાવનગર
📌અમુલ ડેરી હાલ સુધી ના એકમાત્ર મહિલા MD કોણ ?
*A.અમૃતા પટેલ* ✅
B.અમિતા મહેતા
C.હંસા મહેતા
D.દેવાંશી પટેલ
📌જો કેન્દ્ર સરકાર દ્વારા જૈવ આરક્ષિતક્ષેત્ર જાહેર થાય તો તેને ________કહેવાય.
*A.બાયોસ્ફિયર* ✅
B.ગેઇનરિઝર્વ
C.ઉપર ના બંને
D.એકપણ નહી
📌કયા પ્રકાર ની ભેંસ માં ફેટનુ પ્રમાણ સૌથી વધુ જોવ મળે છે?
A.મહેસાણી
B.સુરતી
C.જાફરાબાદી
*D.બન્ની* ✅
📌નીચેના પૈકી કઇ ઘેટા ની જાત નથી?
A. પાટણવાડી
B.મેરિનો
C.મારવાડી
*D.ઉપર ની તમામ ઘેટાં ની જાત છે* .✅
📌નીચેના માંથી કયુ ખોટું છે?
A.ગુજરાત માં કુલ ૨૫ અભ્યારણ્ય આવેલા છે
*B.વાંસદાં રાષ્ટ્રીય ઉદ્યાન માં સિંહ અને ચિતો જોવા મળે છે* ✅
C. ગુજરાત માં કુલ ૪ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે
D.ઉપરના તમામ સાચા છે
💁♂️ *વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન માં વાઘ અને દિપડો જોવા મળે છે*
📌ગુજરાત નુ એકમાત્ર ગાયો માટે નુ અભ્યારણ્ય કયા તાલુકા માં આવેલ છે?
*A. રાણાવાવ* ✅
B.લખપત
C.કલ્યાણપુર
D.લીમખેડા
📌નીચેના માંથી કયો એક પ્રકાર ગીધ ની પ્રજાતી નો નથી?
A.સાહીમુમ્મુસ , લીલી સિરકિસ
B.ગિરનારી , ખાખી
C.વિલાયતી પીઢાઇ
*D.રામસતા* ✅
💁♂️ *રામસતા એ સારસ ની પ્રજાતી છે*
📌ઔષધિ માટે ગુજરાત સરકારે કયા વર્ષ થી ધન્વંતરી યોજના લાગુ કરી?
A.૧૯૯૦
*B.૧૯૯૧* ✅
C.૧૯૯૯
D.૨૦૦૧
📌નીચેના સાંસ્કૃતિક વન સંદર્ભે કયુ ખોટુ છે?
A.આમ્રવન - વલસાડ
B.શ્યામલ વન - શામળાજી
C.મહિસાગર વન - આણંદ
*D.શક્તિ વન - ધ્રોલ જામનગર* ✅
💁♂️ *શક્તિ વન - કાગવડ , રાજકોટ*
*સહિદ વન - ધ્રોલ જામનગર*
📌૧૯૫૨ થી ચોમાસા માં દરવર્ષે વનોત્સવ ઉજવવાની શરુઆત કોના દ્વારા કરવામાં આવી હતી?
A.ભારતીય વિદ્યાપીઠ
*B.ભારતીય વિદ્યાસભા* ✅
C.ગુજરાત વિદ્યાપીઠ
D.ગુજરાત વન્યજીવ નિગમ
📌ગુજરાત માં સૌથી વધુ મીઠા નુ ઉત્પાદન કયા જિલ્લા માં થાય છે?
A.પોરબંદર
*B.સુરેન્દ્રનગર* ✅
C.જામનગર
D.ભાવનગર
📌ગુજરાત માં સૌથી વધુ કોલસા નો અનામત જથ્થો ક્યાં આવેલ છે?
A.પાન્ધ્રો , કચ્છ
*B.વિસનગર , મહેસાણા* ✅
C.જામનગર
D.ભરુચ
💁♂️ *એક્ઝેટ કહેવુ હોય તો કંસારાકુઇ ગામ ,વિસનગર તાલુકો*
📌આખા ભારત નુ કેટલા ટકા સોડાએશ નુ ઉત્પાદન મીઠાપુર ટાટા કેમિકલ્સ માં તૈયાર થાય છે?
A.૯૦%
*B.૯૮%* ✅
C.૯૫%
D.૮૦%
📌કચ્છ ની સૌથી મોટી નદી કઇ છે?
A.ભૂખી
*B.ખારી* ✅
C.લૂણી
D.કંકાવતી
નીચે આપેલ વિવિધ ક્રાંતિઓ પૈકી કયુ ખોટું છે?
A.સોનેરી ક્રાંતિ - ફળ ઉત્પાદન
B.બ્રાઉન ક્રાંતિ - વૈકલ્પિક ઉર્જાસ્ત્રોત માટે
*C.મેઘ ધનુષ ક્રાંતિ - વર્ષાજળ જતન માટે* ✅
D.વર્તુળ ક્રાંતિ - બટાકા ઉત્પાદન
💁♂️ *મેઘધનુષ ક્રાંતિ - સર્વાંગીવિકાસ માટે*
📌રાજપીપળા ની ખાણ શેના માટે જાણીતી છે?
*A.અકીક* ✅
B.ડોલોમાઇટ
C.ચિનાઇ માટી
D.ફ્લોરસ્પાર
📌નવસારી ખાતે મધર ઇન્ડિયા ડેમ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?
*A.અંબિકા* ✅
B.પૂર્ણા
C.ઐારંગા
D.દમણગંગા
📌રણ માંથી નિકળતી અને રણ માં જ અંત પામતી ભારત ની સૌથી મોટી નદી કઇ છે?
A.ખારી
*B.લૂણી* ✅
C.કેવી
D.ભૂખી
📌ખાનપુર તાલુકો કયા જિલ્લા માં આવેલ છે?
*A.મહિસાગર* ✅
B.અરવલ્લી
C.આણંદ
D.ભરૂચ
📌સંત સરોવર ડેમ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?
*A.સાબરમતી* ✅
B.કોલક
C.સુક ભાદર
D.ફુલઝર
💁♂️ *સંતસરોવર ડેમ (૨૦૧૬) ઇન્દ્રોડા પાર્ક પાછળ ગાંધીનગર ખાતે*
📌ગુજરાત ઉપરાંત વિશ્વ ના બીજા કયા દેશ માં ફ્લાોરસ્પાર પ્રાપ્ત થાય છે?
A.હોલેન્ડ
*B.ગ્રીનલેન્ડ* ✅
C.ઓકલેન્ડ
D.પોલેન્ડ
📌'કૃષિજીવન' નામનુ સામયિક કોના દ્વારા પ્રસિદ્ધ થાય છે?
A.કૃષિ વિભાગ
B.કૃષિ યુનિ. આણંદ
C.GNFC
*D.GSFC* ✅
📌નીચેના માંથી કયુ ખોટું છે?
A. SIR - SPECIAL INVESTMENT REGION
B. PPP - PUBLIC PRIVATE PARTNERSHIP
*C.SEZ - SPECIAL EMMITED ZONE* ✅
D ઉપર ના બધા સાચા છે
💁♂️ *SEZ - SPECIAL ECONOMIC ZONE*
📌 નીચેના માંથી ખોટુ વિધાન જણાવો.
A.કંડલા બંદર ભારત નુ પ્રથમ sez બંદર ૧૯૬૫ માં બન્યુ હતું.
B.માંડવી બંદર રા'ખેંગાર -૧ એ ઇ.સ ૧૮૦૦ માં બનાવ્યુ હતુ.
C.પોસીત્રા ટાપુ પોરબંદર જિલ્લા માં આવેલ છે જે ગુજરાત નુ પ્રથમ ગ્રીન ઝોન છે✅
D.માંડવી એ એકમાત્ર ભારત નો પ્રાઇવેટ બીચ છે.
💁♂️ *પોસીત્રા ટાપુ દેવભૂમિ દ્વારકા માં આવેલ છે*
📌️ભારતીય બંધારણ નો કયો આર્ટિકલ કલ્યાણ રાજ્ય ની કલ્પના વણૅવે છે?
*A.આર્ટિકલ-39* ✅
B.આર્ટિકલ-40
C.આર્ટિકલ-49
D.આર્ટિકલ-59
📌️ગુજરાતી માં લોકસાહિત્યનો અભ્યાસ કયારથી થવા લાગ્યો હતો?
A.20 મી સદી
B.21મી સદી
*C.19 મી સદીના મધ્ય માં* ✅
D.18 મી સદીનો અંત
💥💥💥💥💥💥
⏺️ *એશિયા* : 10 ° 16' દક્ષિણ અક્ષાંશ અને 77° 43' ઉત્તર અક્ષાંશ ની વચ્ચે તથા 26° 04' પૂર્વ રેખાંશ અને 169° 40' પશ્ચિમ રેખાંશની વચ્ચે આવેલો એશિયા ખંડ વસ્તી અને કદની દષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
➖ તેનો આશરે 4,38,10,000 ચો.કિમી કદ વિસ્તારે દુનિયાના ભૂમિ વિસ્તારના 29.5% જેટલો છે. દૂનિયાની આશરે 60% વસ્તી એશિયામાં વસે છે.
➖ પવૅતો : અલ્તાઈ , પામીરગ્રંથી , તિયેન શાન , કુનલુન શાન , નાનશાન , કારોકોરમ , હિમાલય , હિંદુકુશ , અલ્બુઝૅ ,ઝાગ્રોસ વગેરે.... જેમાં હિમાલય સૌથી ઊંચો પવૅત છે. તેનું શીખર માઉન્ટ એવરેસ્ટ વિશ્વમાં સૌથી ઊંચું (8848) મી શીખર છે. બેંરિગની સામુદ્રધુની એશિયા અને ઉત્તર અમેરિકાની અલગ પાડે છે. એશિયા અને યુરોપ વચ્ચેની સરહદે યુરલ પવૅત કાસ્પિયન સમુદ્ર , કોક્રેકસ પવૅત તથા કાળો સમુદ્ર આવેલો છે.
⏺️ *ઈન્ટરનેટને ગુજરાતીમાં શું કહેવાય?*
➖કેટલાંક અંગ્રેજી શબ્દો તેમના શુદ્ધ ગુજરાતી ભાષાંતર સાથે:
➡️Technology - ટેકનોલોજી - પ્રૌદ્યોગિકી
➡️Internet - ઈન્ટરનેટ - આંતરજાળ
➡️E-mail - ઈ-મેઈલ - વિદ્યુતીય પત્ર
➡️Software - સોફ્ટવેર - મૃદુ ઉપકરણ
➡️Button - બટન - બોરિયું
➡️Click - ક્લિક - ડચકારો, ઠેસી
➡️Website - વેબસાઈટ - જાળદૃશ્ય
➡️Upload - અપલોડ - ઊર્ધ્વભારણ
➡️Download - ડાઉનલોડ - અધ:ભારણ
➡️Mobile Phone - મોબાઈલ ફોન - ચલનશીલ દૂરસંચાર યંત્ર
➡️Engineer - એન્જીનીયર - અભિયંતા
➡️Senior Engineer - સિનિઅર
એન્જિનિયર - વરિષ્ઠ અભિયંતા
➡️Junior Engineer - જુનિયર એન્જિનિયર - કનિષ્ઠ અભિયંતા
➡️Mechanical Engineering - મિકેનિકલ એન્જીનિયરીંગ - યાંત્રિકી અભિયાંત્રિકી
┉┅━❀꧁꧂❀━┅┉┈
===════════════════===